નવી દિલ્હી : ભારતીય સુરક્ષા એજન્સીઓએ પોતાના સાહસ અને તાકતનો પરિચય આપીને એક સાહસિક કાઉન્ટર ઇન્ટેલિજન્સ ઓપરેશનમાં ઇસ્લામિક સ્ટેટના એક બહુ મોટા ષડયંત્રનો પર્દાફાશ કરી દીધો છે. આ કાવતરામાં અફઘાનિસ્તાનના આત્મઘાતી હુમલાખોરો દ્વારા દિલ્હીને ઉડાવી દેવાનો પ્લાન હતો. જોકે ભારતે તેમના મનસુબા પર પાણી ફેરવી દીધું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ કાવતરાને આતંકીઓએ ઇન્ડિયન 'પ્લાંટ' નામ આપ્યું હતું. આ પ્લાન હેઠળ તેઓ આત્મઘાતી હુમલાખોરને ભારત મોકલવામાં અને દેશની રાજધાનીમાં સેટલ કરવામાં સફળ સાબિત થયા હતા. આ મામલામાં ભારતીય એજન્સીઓએ 2017ના સપ્ટેમ્બરમાં ધપકડ કરી હતી. જોકે આ મામલાની હવે પુષ્ટિ કરવામાં આવી છે. 


સમાચાર પત્ર ઇન્ડિયન એક્સપ્રેસે આપેલી માહિતી પ્રમાણે આઇએસનો હુમલાખોર નવી દિલ્હીમાં એક એન્જિનિયરિંગના વિદ્યાર્થી તરીકે રહેતો હતો. ધરપકડ પછી તેને અફઘાનિસ્તાન મોકલી દેવામાં આ્વ્યો હતો અને માનવામાં આવે છે કે હાલમાં તે અફઘાનિસ્તાનના અમેરિકન સેન્ય બેસમા કેદ છે. 


મળતી માહિતી પ્રમાણે અફઘાનિસ્તાન, દુબઈ અને નવી દિલ્હીમાં ચાલેલા 18 મહિનાના અભિયાન પછી માહિતી મળી છે કે 12 આઇએસ ઓપરેટિવના એક દળને પાકિસ્તાનમાં ટ્રેઇનિંગ પછી દિલ્હીમાં બ્લાસ્ટ માટે મોકલવામાં આવ્યું છે. આ તમામ અફઘાનિસ્તાનના નાગરિક હતા અને તેમની વય 20 વર્ષની આસપાસ છે. જે આત્મઘાતી હુમલાખોરને નવી દિલ્હી મોકલવામાં આવ્યો છે એ એક બિઝનેસમેનનો દીકરો છે. અંડરકવર મિશન હેઠળ તેણે પહેલાં દિલ્હી-ફરિદાબાદ હાઇવે પર એક ખાનગી એન્જિનિયરિંગ એડમિશનમાં લીધું અને પછી લાજપતનગરમાં એક ગ્રાઉન્ડ ફ્લોરનો ફ્લેટ ભાડે લીધો હતો. આઇએસ સાથે જોડાયેલો આતંકી દિલ્હી એરપોર્ટ, મોલ્સ અને માર્કેટની રેકી કરીને બ્લાસ્ટ કરવાનો હતો. આતંકીઓના નેટવર્ક દ્વારા દેશમાં એકસાથે 12 અલગઅલગ જગ્યાએ બ્લાસ્ટ થવાના હતા. જોકે આખરે પ્લાન પર પાણી ફરી વળ્યું છે. 


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...